મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી ચાર જગ્યાએ મારામારીમાં ઇજા પામેલા ચાર વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી ચાર જગ્યાએ મારામારીમાં ઇજા પામેલા ચાર વ્યક્તિ સારવારમાં

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યા ઉપર મારામારીના બનાવ બન્યા હતા જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મહમદખાન દિલાવરખાન જલવાણી (૪૧) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે મારામારીનો બીજો બનાવ મોરબીના નજરબાગ નજીક બન્યો હતો જેમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રમેશભાઈ રૂડાભાઈ ગમારા (૨૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કનાબેન કટસિંગભાઈ આદિવાસી (૩૦) નામની મહિલાને મોરબીના ગાંધી ચોક પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ રોલેક્ષ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરેશ સોમાભાઈ પટેલ (૨૨) નામનો યુવાન ત્યાં હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

આધેડ મહિલા સારવારમાં
મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પાર્વતીબેન કાળુભાઈ પરમાર નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૮ ના રોજ ૮:૩૦ વાગ્યાના અરસામાં થયેલ મારામારીમાં ઇજા પામેલા પાર્વતીબેન પરમારને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારમાં બનેલ હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.

બસ પલ્ટી જતાં ઇજા
મોરબી નજીક અકસ્માતે બસ પલ્ટી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતા સંગીતાબેન મોહનભાઈ ખીંટ (૨૭) રહે.સ્વરાજ મિનરલ લાલપર, સુલેમાન ઓસમાણભાઈ ખલીફા (૫૦) અને સાહિલ સુલેમાનભાઈ ખલીફા (૧૭) રહે.બંને ભુજને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News