ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાગીદારોએ રૂપિયાની ઉઘરાણી કરતાં જમીન દલાલે ફિનાઇલ પી લેતા સારવારમાં


SHARE













મોરબીમાં ભાગીદારોએ રૂપિયાની ઉઘરાણી કરતાં જમીન દલાલે ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતાં આધેડે મોરબીના પંચાસર રોડ ઉપર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ વખતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ ગજાનંદ પાર્કમાં રહેતા ગોરીયા દિનેશભાઈ ત્રિભોવનભાઈ (૪૯)એ મોરબીના પંચાસર રોડ ઉપર એચપીના પેટ્રોલ પંપ પાસે ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બનાવતા હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગોરીયા દિનેશભાઈ ત્રિભોવનભાઈ જમીન દલાલીનું ભાગીદારીમાં કામ કરે છે અને તેના ભાગીદારને રૂપિયા આપવાના હતા જેની અવાર નવાર તેની પાસે માંગણી કરવામાં આવતી હતી જેથી કરીને લાગી આવતા તેને ફિનાઇલ પી લીધું હતું

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના મેરુપર ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવીબેન કાળુભાઈ નાયકા (૫૮) નામના મહિલા બાઇકમાં બેસીને વાડીએથી બહાર જઈ રહ્યા હતા ત્યારે વાડીના રસ્તે અચાનક કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં જીવીબેનને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, બનાવો હળવદ તાલુકો પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

વરલી જુગાર

મોરબીના દરબારગઢ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા રહેતા અશ્વિનપરી બચ્ચુપરી ગોસ્વામી જાતે બાવાજી (૫૪) રહે. સનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧૦,૫૮૦ ની રોકડ કબજે કરવામાં આવી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News