હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની આસ્થાગ્રીન સોસાયટીમાં પાણીના ધાંધીયા દૂર કરવાની સ્થાનિક લોકોની માંગ


SHARE









વાંકાનેરની આસ્થાગ્રીન સોસાયટીમાં પાણીના ધાંધીયા દૂર કરવાની સ્થાનિક લોકોની માંગ

વાંકાનેરમાં આવેલ ઝાંઝર સનેમાની બાજુમાં નેશનલ હાઈવે ૮-એ પાસે આવેલ આસ્થાગ્રીન સોસાયટીમાં રહેતા જયદિપ એન. સિધ્ધપુરા અને ત્યાના લોકોએ કલેકટર તેમજ તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના હસનપર ગામના સર્વે નં. ૧૦૫/૧ પૈકી ૧, ૧૦૫/૧ પૈકી ૨, ૧૦૫/૨ તથા સર્વે નંબર ૧૦૫/૩ વાળી જમીન બિનખેતી કરી તેના ઉપર રહેણાંક હેતુ માટેનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં આસ્થાગ્રીન સોસયાટી બનાવવામાં આવેલ છે તે સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી આસરે ૬૦ થી ૭૦ જેટલા પરીવારો રહે છે તેઓને ચોખ્ખુ પીવાનું પાણી મળતું નથી જેથી કરીને લોકોને બોરનું પાણી પીવું પડે છે અને બોરનું પાણી ખુબ જ ક્ષારવાળુ અને ખરાબ હોવાથી લોકોના આરોગ્યને નુકશાન થાય તેમ છે  અને લોકો પાણી માટે હેરાન છે એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાણીની સમસ્યા દુર કરવા માટે "નળ સે જળ" અને "હર ઘર નળ" જેવી યોજના અમલમાં મૂકે છે અને ગુજરાતના છેવાડાના વીસ્તાર સુધી પાણી આપવામાં આવે છે તેવું કહે છે ત્યારે વાંકાનેર નજીક અને મુળ હસનપર ગ્રામ પંચાયતના સર્વે નંબર વાળી જગ્યામાં આસ્યાગ્રીન સોસાયટીના બનાવવામાં આવી છે ત્યાં પાણીની સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે




Latest News