મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરનારા ભાજપના આગેવાનો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરનારા ભાજપના આગેવાનો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા ચાર વ્યક્તિઓ કરતાં વધુ વ્યક્તિઓને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મૂકવા કલમ ૧૪૪ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ થોડા દિવસો પહેલાં મોરબી શહેરના શનાળા રોડ ઉપર જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રોડ ઉપર મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતના અંદાજે ૧૦૦ જેટલા લોકો એકત્રિત થયા હતા અને ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જેથી ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને માજી સભ્યો દ્વારા જિલ્લા કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા. ૯ ના રોજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જેમાં જિલ્લા કલેકટરના ૧૪૪ ની કલમના જાહેરનામનો ભંગ થયો હતો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ માટે પોલીસ વિભાગમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલ નથી જેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ છે તેમાં દેખાતા આગેવાનો સહિતનાઓની સામે કલેકટરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી ગુનો નોંધીને આગળની કાર્યવાહી થાય તેવી માંગણી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલ છે.






Latest News