હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ


SHARE









મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ તુલસી પેટ્રોલ પંપ ઉપર કારને ઊભી રાખવામા આવી હતી ત્યાર બાદ તે કારમાં અચાનક જ આગ લાગી હતી જેથી કરીને મારુતિ કંપનીની બ્રેઝા કારમાં નુકશાની થયેલ હોવાની હાલમાં પેટ્રોલ પંપના માલિકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા વિનોદભાઇ નાથાભાઇ ડાભી (૪૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારમાં નુકશાનીની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તેઓનો તુલસી પેટ્રોલ પંપ આવેલ છે જેના મેદાનમાં તેઓએ મારુતિ કંપનીની બ્રેઝા કાર સીએનજી નંબર ૩૬ એટી ૪૦૮૪ પાર્ક કરીને ઉભી રાખી હતી દરમિયાન કોઈ કારણોસર તે કારમાં આગ લાગી હતી જેથી કરીને આગ લાગવાના કારણે કારમાં નુકસાની થયેલ છે તે પ્રકારની વિનોદભાઈ ડાભી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૨/૨૪ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના તેઓના પેટ્રોલ પંપે બની હતી ત્યાર પહેલાં તેમના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં રહેતા તેના ડ્રાઇવર અજયભાઈ રમેશભાઈ સિરોહીયા દવાખાનાના કામે ગયા હતા જેથી કરીને વિનોદભાઇએ તેને પોતાની ગાડી આપી હતી અને ત્યાંથી અજયભાઇ પરત આવી રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકાથી પહેલા બે કિલોમીટર પાસે ઢુવા નજીક સીટીઆર્ટ શોરૂમ પાસે અજાણી રીક્ષા પાછળના ભાગે કારમાં અથડાઈ હતી અને ત્યારબાદ અજયભાઈ તે કારને લઈને તુલસી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને ત્યાં તેઓએ પેટ્રોલ પંપ પાસે ગાડીને ઉભી રાખી હતી દરમિયાન અચાનક કારના આગળના ભાગમાં આગ લાગી હતી જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોવાની પેટ્રોલ પંપના સંચાલકે તાલુકા પોલીસને જાણ કરેલ છે અને તેના સીસીટીવી કેમેરાના વિડીયો પણ છે.




Latest News