હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને આવાસ અર્પણ


SHARE









મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને આવાસ અર્પણ

મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારના બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસોની ફાળવણી માટેનો કાર્યક્રમ યોજાયો હતો જે અંગે અધિકારીઓ પાસેથી મળતી વિગત્તો પ્રમાણે ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કાચા મકાન અને ઘર વિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં બધીજ પાયાની સુવિધા સાથે પાકા મકાનો પુરા પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) નું ધ્યેય છે. જે અંતર્ગત એસઇસીસી-૨૦૧૧ સામાજિક અને આર્થિક મોજણીના ડેટા મુજબ લાભાર્થીઓને આવરીને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ સહાય પેટે પ્રતિ લાભાર્થીને રૂા.૧.૨૦ લાખ આપવામાં આવે છે તેમજ મનરેગામાંથી મજૂરીના રકમ રૂ.૨૩,૦૪૦ આપવામાં આવે છે તેમજ સૌચાલયના બાંધકામ માટે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત રકમ રૂ.૧૨,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. વધુમાં પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી પ્રથમ હપ્તો મળ્યાની તારીખથી ૬ માસના સમયગાળામાં આવાસ પૂર્ણ થયે વધારાની રકમ રૂ.૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. આમ કુલ રકમ રૂ.૧.૭૫,૦૪૦ ની સહાય આપવામાં આવેલ. અને લાભાર્થીને સીધા બેંક ખાતામાં આ સહાય જમા કરવામાં આવે છે.

૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત મોરબી તાલુકાના ૩૬ ગામોનો સમાવેશ થાય છે જે ગામોમાં ૩ વર્ષના કાર્યકાળ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કુલ-૧૨૬ લાભાર્થીઓના આવાસોને લાભ આપવામાં આવેલ છે, જે પૈકી ૫૩ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે આવા લાભાર્થીઓને કુલ રકમ રૂ.૮૮.૨૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત માળિયા તાલુકાના ૪૬ ગામોનો સમાવેશ થાય છે જે ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કુલ- ૧૩૮ લાભાર્થીઓના આવાસોને લાભ આપવામાં આવેલ છે, જે પૈકી ૧૨૬ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે આવા લાભાર્થીઓને કુલ રકમ રૂ.૧૫૧ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.આમ ભારત સરકારશની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ છેવાળાના માનવી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઇ સદાતીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, કે.એસ.અમૃતિયા, જયુભા જાડેજા, નિર્મલભાઇ જારીયા, રિસીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, જયરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ સરડવા, મંજુલાબેન દેત્રોજા તેમજ મહિલા અને યુવા ભાજપના હોદ્દેદારો-આગેવાનો હાજર રહ્યા હતા




Latest News