હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વેલેન્ટાઈન-ડે ની અનોખી ઉજવણી: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ


SHARE









વેલેન્ટાઈન ડે અનોખી ઉજવણી: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ માનવાનું જીવનનું મહત્વનું સ્વપ્ન હોય છે. આવા બાળકો કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથી, આવા બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન-ડે ની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેથી આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે  અગ્રણીઓ સહિતાનાઓએ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવુંએ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે અને યંગ ઇન્ડિયા ગ્રુપે તેને ચરિતાર્થ કરે છે.




Latest News