હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોક પાસે ઘરના બાથરૂમમાં ઇલેક્ટ્રીક શૉટ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત


SHARE









મોરબીના ગ્રીન ચોક પાસે ઘરના બાથરૂમમાં ઇલેક્ટ્રીક શૉટ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ સામખ શેરીમાં ઘરની અંદર બાથરૂમમાં ઇલેક્ટ્રીક શૉટ લાગતા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ સામખ શેરીમાં રહેતા રમેશચંદ્ર કુમુદચંદ્ર દવે (૬૧) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે સવારે સાત વાગ્યાના અરસામાં ઘરના બાથરૂમની અંદર ન્હાતા સમયે ગીઝરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ પાસે આવેલ કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર સુરેશભાઈ કિશોરભાઈ વર્મા (૩૦), રામલાલ રમણભાઈ મિશ્રા (૪૦) અને સામા પક્ષેથી નારાયણ સબરામ ખરાડી (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવેલ છે જોકે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે




Latest News