હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટ રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત


SHARE









મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટ રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ધર્મભક્તિ સોસાયટી રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ધર્મભક્તિ સોસાયટી રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા દુર્ગાબેન રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ઘેટીયા (૪૦) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ કાંતિભાઈ ઘેટીયા (૪૦) દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાએ ઘરમાં પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના માટેલ ગામ પાસે આવેલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મખનભાઈ રમેશભાઈ વર્મા (૩૧) નામના યુવાને કોઈ કારણોસર ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે




Latest News