મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા કાઢતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને મારા મરીનો બનાવ બનેલ હતો જેથી ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા પપ્પુ કાળુભાઈ નીનામા (૨૨) અને ટેટુભાઈ વસુભાઈ અજનાર (૫૦) ને ભરતભાઈની વાડીએ હતા ત્યારે ત્યાં મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે અશ્વિનભાઈની વાડીએ મારામારીના બનાવમાં દુદાભાઈ બાબુભાઈ રાજપૂત (૩૫) નામના યુવાનને ઇજા હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી તરીકે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ છેકે, બંને પક્ષના લોકો બાજુ બાજુની વાડીમાં રહે છે અન વાદીમાંથી રોજડાને કાઢવામાં આવતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને આ મારા મારીનો બનાવ બનેલ હતો

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જેતપર ગામે જીઇબી પાસે રહેતા સંજયભાઈ ગોપાલભાઈ હમીરપરા (૩૫) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે દશામાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ વેલજીભાઈ સોલંકી (૩૦) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે




Latest News