હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પેડક સોસયાટીની મેદાન પાસેથી આઠ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE









વાંકાનેરમાં પેડક સોસયાટીની મેદાન પાસેથી આઠ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર શહેરમાં આવેલ પેડક સોસાયટી મેળાના મેદાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની મોટી કુલ મળીને ૮ બોટલો મળી આવતા પોલીસે ૧૪૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી મેળાના મેદાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસેથી દારૂની નાની મોટી કુલ મળીને આઠ બોટલો મળી આવતા પોલીસે ૧૪૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હરિકૃષ્ણભાઈ મહેશભાઈ મકવાણા જાતે પ્રજાપતિ (૧૯) રહે પેડક સોસાયટી વાંકાનેર વાળા ની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગર જીનના ખૂણા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે શૈલેષભાઈ હેમંતભાઈ પુજારા જાતે લોહાણા (૪૪) રહે જનકલ્યાણ એપાર્ટમેન્ટ પ્લેક નંબર ૩૦૧ વીસી હાઇસ્કુલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News