મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીનું ગળું દાબી હત્યા કરનાર પતિને આજીવન કેદ


SHARE









મોરબીમાં પત્નીનું ગળું દાબી હત્યા કરનાર પતિને આજીવન કેદ

મોરબીના રાજપર ગામે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મજૂર દ્વારા તેની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરવામાં આવી હતી અને ત્યારબાદ શંકાથી પ્રેરાઈને તેણે પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.વર્ષ ૨૦૨૦ માં બનેલા આ ઉપરોક્ત બનાવનો કેસ મોરબીની પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા લેખિત-મૌખિક પુરાવાઓ અને કરવામાં આવેલી દલીલોના અંતે કોર્ટ દ્વારા આરોપી પતિને આજીવન કેદની સજા તથા રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલા જય ભવાની જીનિંગ ફેકટરી નામના યુનીટના લેબર કવાટરમાં રહેતી મનીષાબેન ધુલારામ પરમાર નામની ૨૩ વર્ષીય પરિણીતાની હત્યા કરવામાં આવી હતી. તેણીના પતિ ધુલારામ શાંતિલાલ પરમારે જ તેણીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને ગળું દબાવી દૂધુ હતુ જેના પગલે મનીષાબેન નામની પરિણીતાનું મોત નિપજયુ હતુ.આ બનાવ અંગે વર્ષ ૨૦૨૦ માં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા ૧૭ મૌખિક અને ૨૯ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇને તેમજ જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલોને ધ્યાને લઇને નામદાર કોર્ટે આરોપી પતિ ઘુલારામ પરમારને આજીવન કૈદની સજા ફટકારી છે તેમજ રૂા.૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ઝિંઝુડા ગામે રહેતા દાઉદભાઈ અલ્લારખાભાઈ નામનો ૪૦ વર્ષનો યુવાન તેના ઘર નજીક હતો ત્યાં તેને ઘર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ખાનગી હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની તાલુકા પોલીસમાં જાણ થતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના ટીંબડી ગામ પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ત્યાં રહેતા માનસિંગભાઈ સિંધુભાઈ ભુરીયા નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા રમેશભાઈ નરસિંહભાઈ વસુનીયા નામના ૪૦ વર્ષના યુવાનને જયુભાની વાડીએ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News