મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ખેતરમાં મોનોકોટો પી ગયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત, પત્ની સાથે ઝઘડો હોવાનું માતાનું કથન


SHARE









મોરબીના પીપળી ગામે ખેતરમાં મોનોકોટો પી ગયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત, પત્ની સાથે ઝઘડો હોવાનું માતાનું કથન

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી-બેલા નજીક આવેલ મામાદેવના મંદિર પાસે ખેતરમાં યુવાન મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને પ્રથમ મોરબીની જેઆર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યાંથી તેના પરિવારજનો તેને શહેરના સનાળા રોડ સરદાર બાગ પાસે આવેલ ડો.પી.એન.આશરની સંજીવની મેડિકલ નર્સિંગ હોમ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે અને પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં મૃતકને તેના પત્ની સાથે અણબનાવ બન્યો હોય અને તે ઝઘડાની વાતનું લાગી આવતા પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જોકે ખરેખર કારણ શું છે..? તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબી તાલુકાના આમરણ ગામના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ ઉપર રહીને ભંગારનું લે-વેચ કરવાનું કામકાજ કરતા પરિવારનો આકાશ મનોજભાઈ આમલીયા દેવીપુજક (ઉમર ૨૫) નામનો પરિણિત યુવાન ગત તા.૧૫-૨ ના સાંજના ચારેક વાગ્યે પીપળી-બેલા રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે "બાથરૂમ જાઉં છું" તેમ કહીને બાજુના ખેતરમાં જઈ મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે જેઆર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર બાદ તેના પરિવારજનો તેને સનાળા રોડ ઉપર આવેલ ડોક્ટર પી.એન.આશરની સંજીવની નર્સિંગ હોમ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આકાશ મનોજભાઈ આમલીયા દેવીપુજક (ઉંમર ૨૫) હાલ રહે.લીલાપર રોડ મોરબી નું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલએ ખસેડાયો હોય આ બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા રાઇટર નરેશભાઈ રીબડીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં સામે આવ્યું હતું કે મૃતક આકાશ તેના ભાઈ સહિતના પરિવારજનો સાથે હાલ લીલાપર રોડ ઉપર રહેતો હતો અને ભંગારના લે-વેચનું કામકાજ કરતો હતો.ગત તા.૧૫-૨ ના સાંજના ચારેક વાગ્યે પોતાના ભાઈ સાથે પીપળી-બેલા રોડ તરફ ભંગાર જોવા માટે અને ભંગાર લે-વેચ ના પૈસા લેવા માટે ગયો હતો. દરમિયાનમાં તેના ભાઈને તેણે કહ્યું હતું કે "હું બાથરૂમ કરવા જાઉં છું" તેમ કહીને તે પીપળી-બેલા રોડ ઉપર મામાદેવના મંદિર પાસે આવેલ ખેતરમાં ગયો હતો અને ત્યાં તેણે મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે જેઆર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાંથી તેના પરિવારજનો તેને તા.૧૭-૨ ના બપોરે એકાદ વાગ્યે ડોક્ટર આશકની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ તા.૧૮-૨ ના સવારે આઠેક વાગ્યે મોત નીપજ્યું હતું.હાલ હોસ્પિટલ ખાતેથી આવેલી યાદી આધારે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાય છે.મૃતકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ બાબતે પોલીસે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી દરમિયાનમાં મૃતકના માતા પાસેથી પોલીસને પ્રાથમિક વિગતોમાં જાણવા મળેલ છે કે મૃતકને તેના પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જોકે તે બાબતે જ આ પગલું ભરાયું છે..? કે અન્ય કોઈ વાત છે..? તે દિશામાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

દવા પી જતા સગીરા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે છગનભાઈ દેવકરણભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની ભારતીબેન રમેશભાઈ ભાંભર નામની ૧૬ વર્ષની સગીરા કોઈ અગમ્ય કારણોસર દવા પી ગઈ હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અહીં હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

દાઝી ગયેલા વૃદ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા હંસાબેન મોહનભાઈ ભટ્ટ બ્રાહ્મણ નામના ૬૦ વર્ષના વૃદ્ધા દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.હિમાલીબેન જયદીપભાઇ ભટ્ટ દ્વારા તેઓને સારવારમાં ખસેડાયા હતા અને પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, હંસાબેન ભટ્ટ ઘરે સૂર્યને પાણીનો અર્ઘ દેતા હતા ત્યારે નીચે તુલસીમાં રાખવામાં આવેલો દીવો તેઓના ગાઉનમાં અડી જતા આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓ દાજી ગયા હોવાથી સારવારમાં લાવવામાં આવ્યા હતા.




Latest News