મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ કોલસા ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના રિમાન્ડ પૂરા: ચોર કોણ ?, ચોરાઉ માલ લેનાર કોણ તે પ્રશ્નાર્થ


SHARE







મોરબી નજીકથી પકડાયેલ કોલસા ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના રિમાન્ડ પૂરા: ચોર કોણ ?, ચોરાઉ માલ લેનાર કોણ તે પ્રશ્નાર્થ

મોરબી જીલ્લામાં અગાઉ ડીઝલ ચોરી સામે આવી હતી જો કે, ચોરાઉ ડીઝલ આરોપીઓ પાસેથી કોણ લેતા હતા ?, કેટલા રૂપિયા આપીને ટેન્કરમાંથી ડીઝલ અને પેટ્રોલ કાઢવામાં આવતું હતું ? કેટલા રૂપિયામાં ડીઝલ બજારમાં વેચાતું હતું ? અને સૌથી મોટી વાત કે આ ચોરાઉ ડીઝલ આ ચોર પાસેથી કોણ લેતું હતું તે એક બાબત સામે આવી નથી આવી જ રીતે મોરબી નજીકથી તાજેતરમાં ડમ્પરમાંથી કોલસાની ચોરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસે રેડ કરી હતી અને લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો અને બે આરોપીને પકડ્યા હતા જે આરોપીના રિમાન્ડ પણ લીધે હતા જે રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને બંને આરોપીઓ જામીન મુક્ત થયેલ છે જો કે, ચોરાઉ કોલસો ક્યાં વેંચતો હતો તે અંગેની કોઈ માહિતી હજુ સુધી સામે આવેલ નથી

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહેલ છે. તેવી ખાનગી બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી ત્યારે ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે. વાવડી રોડ, મોરબી વાળાના કહેવાથી ટ્રકમાંથી કોલસો કાઢતા હોવાનુ પકડાયેલા ઇસમોએ જણાવ્યુ હતું અને અને ત્યારે પોલીસે ટ્રક નંબર જીજે ૨૬ ટી ૯૯૯૪ નો ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઇ સાથલીયા કોળી (૩૦) ધંધો-ડ્રાઇવીંગ રહે.મોટા દહીંસરા તેમજ લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયા જાતે આદીવાસી (૨૦) રહે. હાલ ભડીયાદ મુળ રહે. મધ્યપ્રદેશ વાળની ધરપકડ કરી હતી અને આરોપી નવઘણભાઇ જશાભાઈ બાલાસરા જાતે આહિર રહે. વાવડી રોડ મોરબી વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, હજુ સુધી કોઈ આરોપી નવઘણભાઇ જશાભાઈ બાલાસરા પકડાયેલ નથી અને અગાઉ કોલસાની ચોરીમાં જે બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તે બંને આરોપી જામીન મુક્ત થયેલ છે જો કે, કોલસા ચોરીમાં કોના કોના હાથ કાળા છે ? કેટલા સમયથી આ કોલસાની ચોરી કરવામાં આવી રહી હતી ?, દરરોજની કેટલી ગાડીઓમાંથી કોલસો કાઢતા હતા ?, આ ચોરી કરેલા કોલસાની ખરીદી કોણ કરતું હતું ? તે અંગેની કોઈ માહિતી પોલીસની તપાસમાં હજુ સુધી સામે આવેલ નથી અને જે આરોપીઓને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા તેની પાસેથી પણ આ ગોરખધંધાના મૂળ સુધી પહોચી શકાય તેવું કોઈ માહિતી પોલીસ મેળવી શકી નથી ત્યારે આરોપી નવઘણભાઇ જશાભાઈ બાલાસરા પકડશે ત્યારે પોલીસે તેની પાસેથી શું ઓકાવી શકે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે






Latest News