મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટક નજીક કાર ઓવરટેક કરવાની માથાકૂટમાં યુવાનને ફડાકા મારવામાં આવતા ફરિયાદ નોંધાય


SHARE







મોરબીના વીસી ફાટક નજીક કાર ઓવરટેક કરવાની માથાકૂટમાં યુવાનને ફડાકા મારવામાં આવતા ફરિયાદ નોંધાય

મોરબીના વીસી ફાટક પાસે કાર ઓવરટેક કરવાની બાબતમાં માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટમાં યુવાનને ફડાકા મારવામાં આવ્યા હોય તે સંદર્ભ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ધ્રુવભાઇ અમરશીભાઈ મકવાણા (૧૯) રહે.જવાહર સોસાયટી ભડીયાદ કાંટા પાસે મોરબી-૨ એ સામેવાળા વિરેન્દ્રસિંહ નામની વ્યક્તિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે પોતાના મિત્ર મનીષભાઈની સાથે કારમાં જતા હતા ત્યારે ગત તા.૧૧-૨ ના રોજ મોરબીના વીસી ફાટક પાસે કાર ઓવરટેક કરવા જેવી નજીવી વાતે સામેવાળા દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને "તારે કોઈની હવા હોય તો કાઢી નાખજે" તેમ કહીને ફડાકા મારવામાં આવ્યા હતા જે બાબતે ધ્રુવ મકવાણા દ્વારા વિરેન્દ્રસિંહ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સીએસ સોંદરવા દ્વારા આ બાબતે રાબેતા મુજબની આગળની તપાસ શરૂ કરાય છે.

ફિનાઇલ પી જતા પરણીતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા માણાબા ગામે રહેતી જ્યોતિબેન મંગલભાઈ પરમાર નામની ૨૯ વર્ષ પરણીતા તેના ઘરે ફીનાઈલ પી ગયા હતા જેથી તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરીને મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી પરિણીતાનો લગ્ન ગાળો માત્ર પાંચ માસનો હોય અને ફિનાઈલ પીવાના બનાવ બનતા આ બાબતે આગળની તપાસ માટે માળીયા પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું મોરબી પોલીસ સૂત્રોમાંથી જણાવવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા મહેશભાઈ કરસનભાઈ થરેસા કોળી નામના ૩૫ વર્ષના યુવાને ગત તા.૧૨-૨ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી હાલ તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવી રહ્યા છે.






Latest News