મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય ઝેરી કેમિકલ નાખી પર્યાવરણ બગાડનારને શા માટે મદદ કરે છે? તંત્ર કેમ મૌન ?: કોંગ્રેસનો અણીદાર સવાલ


SHARE







મોરબીના ધારાસભ્ય ઝેરી કેમિકલ નાખી પર્યાવરણ બગાડનારને શા માટે મદદ કરે છે? તંત્ર કેમ મૌન ?: કોંગ્રેસનો અણીદાર સવાલ

મોરબી ના ધારાસભ્ય અવાર નવાર વિડિયો જાહેર કરી પોતે દરેક ને મદદ કરે છે એવી ખોટી ડંફાસ મારી મોરબી માળિયા ની પ્રજા ને શું મૂર્ખ સમજે છે* ? તેવો કોંગ્રેસે આક્ષેપ કરેલ છે અને જ્યારે જ્યારે પ્રજા વીરોઘી કાંડ બહાર આવે તેમાં મોરબી ના ધારાસભ્યની સંડોવણી ના હોય તેવું બન્યું નથી તેવુ કોંગ્રેસના આગેવાનોએ કહ્યુ છે

ભૂતકાળ માં વ્યાજ વટાવના ઘઘાં ની વાત હોય તો એમાં  પણ તેમનું નામ જાહેર થયેલ તેવી જ રીતે દુકાન ખાલી કરાવવા નું કામ હોય તો તેમાં પણ તેઓ દુકાન ખાલી કરવા માટે બેફામ ગાળો આપતા હોય તેવા કોલ રેકોર્ડિંગની કિલ્પ પ્રજાને સાંભળવા મળેલ ત્યાં પાછું ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામ ના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવેલ ગામના જાગૃત લોકોએ ટેન્કર ને પકડી પાડેલા પરંતુ જે વિભાગ ની જવાબદારી છે તે જી.પી.સી.બી. અને પોલીસ વિભાગ આ કામગીરી કેમ નથી કરતા? તેઓ આવા ઘંઘા કેમ ચાલવા દે છે? એ પણ વિચાર માંગી લે તેવી વાત છે ગ્રામજનો એ પકડેલ ઝેરી કેમિકલ નું ટેન્કર અને માણસોને છોડાવવા અને તેના બચાવ માટે મોરબીના  ધારાસભ્ય આવે તે કેટલી શરમજનક બાબત છે

તમામ કાળા અને પ્રજા વિરોધી કામગીરીમાં મોરબી ના ધારાસભ્યની ક્યાંક ક્યાંક સંડોવણી બહાર આવે છે તો મોરબીની પ્રજા એ તમને આ માટે મત આપી ચૂંટેલ છે?  કે તમો મોરબી માળિયા ની પ્રજા ના સ્વસ્થ્ય સાથે ખેલ કરો આવા ઝેરી કેમિકલને કારણે રોગચાળો ફેલાય છે જમીન ખરાબ થાય છે સાથે મૂંગા પશુ જીવજંતુ પણ મરણ પામે છે સાથે પર્યાવરણ ને પણ પારાવાર નુકસાન થાય છે ત્યારે આવા ઝેરી કેમિકલ જ્યાં ત્યાં નાખતા લોકો ને સજા આપવાને બદલે સાથ આપવા ધારાસભ્ય કેમ આગળ આવે છે.? આ બાબતે તો અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરાવી જોઈએ જેથી આવા લોકો ફરી વખત જ્યાં ત્યાં ઝેરી કેમિકલ ઠાલવે નહીં અને પર્યાવરણને નુકસાન ન કરે તે જોવું જોઈએ પણ અહી તો રક્ષક જ ભક્ષક નીકળે ત્યારે પ્રજા ફરિયાદ પણ કોને કરે? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના સાથે ઉભુ રહેવું જોઈએ તેના બદલે મોરબીના ધારાસભ્ય ગેર કાયદેસર ધંધા કરતા લોકો સાથે ઊભા રહે છે તે તેમના માટે શરમજનક બાબત કહેવાય ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતાં લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં કરવામાં આવે તેવી રજૂઆત મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુંબિયા, ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને કે.ડી. બાવરવા, પૂર્વ પ્રદેશ ઓબીસી સેલ ઉપપ્રમુખ એલ.એમ. કંજારિયા વગેરેની પ્રેસ યાદી જણાવેલ છે






Latest News