સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ  મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત
Breaking news
Morbi Today

વાંકાનેરની પલાસ ચોકડી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો


SHARE







વાંકાનેરની પલાસ ચોકડી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાની પલાસ ગામની ચોકડી પાસેથી પસાર થતાં બાઇકને રોકીને પોલીસે તલાશી લેતા રાજકોટનો એક શખ્સ હાલમાં ૧૨ બોટલ દારૂ સાથે ઝડપાયો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૯પ૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ આર.ટી.ઓ કચેરી પાછળ માલધારી સોસાયટીમાં રહેતો રણજીતભાઇ ઉર્ફે જયંતીભાઇ દાનાભાઇ ઓળકીયા જાતે કોળી (ઉ.૨૩) વાંકાનેર તાલુકાની પલાસ ગામની ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેના બજાજ પ્લેટીના બાઇક નંબર જીજે ૧૩ એએલ ૦૩૫૮ ને રોકીને ચેક કરતાં તેની પાસેથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧પ૦૦૦ નું બાઇક અને ૪પ૦૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને કુલ ૧૯પ૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડીને તેની સામે આઇપીસી કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, ૯૮(ર) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
દેશી દારૂ

માળીયા મિયાણા નીરુબેનનગર ગામના પાટીયા પાસે બાવળની ઝાડીઓ દારૂની રેડ કરી હતી ત્યારે નદીમભાઇ ઉમરદીનભાઇ જામ જાતે મિયાણા (ઉ.૨૮) રહે-ભીમસર ચોકડી વાળો દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામા રાખેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૦૦ લીટર દેશી દારૂ જેની કિંમત ૬૦૦૦ અને બાઇક નંબર જીજે ૩ ઈજી ૦૪૨૦ જેની કિંમત ૪૫,૦૦૦ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૧૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી તાજમહમદ કરીમભાઇ સંધવાણી રહે વાડા વિસ્ત્તાર માળીયા અને અલી ગુલમામદભાઇ સંધવાણી રહે નવાગામ માળીયા વાળાના નામ સામે આવ્યા હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News