મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી-હળવદ રોડે ચરાડવા નજીક રિક્ષાનું ટાયર ફાટતા બે મહિલા સહિત ચારને ઇજા


SHARE









મોરબી-હળવદ રોડે ચરાડવા નજીક રિક્ષાનું ટાયર ફાટતા બે મહિલા સહિત ચારને ઇજા

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસેથી રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનું ટાયર ફાટતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બે મહિલા સહિત ફૂલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતા અકબરભાઈ ઈબ્રાહિમભાઈ સમતેર (૩૦), સહેનાઝબેન સમતેર (૪૦) અને મહમદશા શાહમદાર નામના તેમજ મમતાબેન (૨૯) રહે.લાલપર આ ચારેય વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરડવા ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાનું ટાયર ફાટતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ચારેય વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા વીરજીભાઈ નાથાભાઈ વાઘેલા નામના ૪૪ વર્ષીય યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વીરજીભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરાઈ હતી. તેમજ મોરબીના શક્તિ ચેમ્બર પાસેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજા પામેલ કાનજીભાઈ વીરજીભાઈ ખરા રહે.મોરબીને ઇજા થઈ હોય તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોડાઉન નજીક રહેતા ગુલશનબેન અવેશભાઈ સધવાણી નામની ૪૦ વર્ષીય મહિલાને તેના ઘરે પુત્ર દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ શરૂ કરાઈ હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે રહેતી રૂબીનાબેન અહેમદભાઈ હુસેનભાઇ ભટ્ટી નામની ૩૦ વર્ષીય મહિલાને મોડી રાત્રિના તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરાઈ હતી.




Latest News