મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા-મોડપર વચ્ચે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના બિલિયા-મોડપર વચ્ચે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબીના બિલિયા અને મોડપર ગામ વચ્ચેના રસ્તા ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતના બનાવમાં બે વ્યક્તિને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા ઈરફાન સુલેમાનભાઈ સુમરા (૩૪) અને રોશનબેન ઈરફાનભાઇ સુમરા (૩૩) નામના બંને વ્યક્તિઓ બાઈક ઉપર મોરબીના બિલિયાથી મોડપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે બીલીયા ગામ પાસે સામસામે બાઈક અથડાવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈરફાનભાઇ અને રોશનબેન બંનેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કલાલ શેરીમાં રહેતા ભારતીબેન પ્રકાશભાઈ માંડલિયા (૪૧) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના વાઘપરામાં રહેતા જગદીશભાઈ લક્ષ્મણભાઈ સોનાગ્રાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News