મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

લાલબતી: મોરબીમાં પ્રેમીને પામવા માટે કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !


SHARE









લાલબતી: મોરબીમાં પ્રેમીને પામવા માટે કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી શનાળા શક્તિ માતાજીના મંદિરે છેલ્લા ૮ કલાકથી મૂંઝવણમાં આંટા-ફેરા કરી રહી છે જેથી જેથી કરીને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં આવી હતી

મોરબી ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ પટેલ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતાં. કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતી તેની સાથે વાતચીત કરતાં પ્રાથમિક એવી માહિતી સામે આવી હતી કે તેને એક છોકરા સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તેમજ કિશોરીને એ છોકરા સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હતા તેથી કિશોરી છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં પરિવારના સભ્યો સાથે ઘર્ષણ થતું હતું તેમજ તેમના પરિવાર તેમને મોબાઈલ વાપરવાની ના પાડતા હતા અને વારંવાર ઠપકો આપતા હોય જેથી કિશોરી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઘરે રસોઈ બનાવીને ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ ની ટીમ દ્વારા કિશોરીના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરી હતી. આમ અભયમની ટીમ દ્વારા કિશોરીનું પરિવારના સભ્યો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું 




Latest News