મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું


SHARE









મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત ૫૫૪ રેલ્વે સ્ટેશનના રિનોવેશન અને નવી સુવિધા ઇ\ઊભી કરવાના કામ કરવામાં આવી રહ્યા છે અને આવેલ છે તેના લોકાર્પણ અને ખાતમહુર્તના કરોડો રૂપિયાના કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ હાજરીમાં કરવામાં આવેલ છે ત્યારે મોરબી રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા મોરબીમાં રાજાશાહી સમયના બનાવવામાં આવેલ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારવામાં આવશે અને ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે તેવી લાગણી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે આ તકે શાળામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા




Latest News