મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તૂટતી કોંગ્રેસ: જીલ્લાના બે મહામંત્રી, શહેર પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૭ આગેવાનોના રાજીનામાં


SHARE









મોરબી જિલ્લામાં તૂટતી કોંગ્રેસ: જીલ્લાના બે મહામંત્રી, શહેર પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૭ આગેવાનોના રાજીનામાં

મોરબી જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને પોતાના લેખિત રાજીનામા મૂકી દીધા છે તે પછી મોરબી જીલ્લામાં રાજીનામાં મૂકવાનો સિલસિલો યથાવત રહ્યો છે.તેવામાં બે મહામંત્રી, શહેર કોંગ્રેસનાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કુલ મળીને ૭ આગેવાનોએ અંગત કારણોસર કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ ઉપરથી રાજીનામાં આપી દીધા છે..!

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારથી મોરબી કોંગ્રેસના ઘરમાં આગ લાગી છે.પહેલા જિલ્લાના બે પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ અને મુકેશ ગામીએ રાજીનામાં મૂક્યા છે. ત્યાર બાદ સોમવારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઈ એરવાડીયા અને પ્રકાશભાઈ બાવરવાએ તેમજ મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રામભાઇ રબારી, શહેર કોંગ્રેસનાં ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિડજા, માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઇ રબારી, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસનભાઈ ભરવાડ(એડવોકેેટ) એને મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જાન મામદ ચાનીયાએ કોંગ્રેસ પક્ષમાં તમામ હોદા તેમજ સભ્યપદેથી રાજીનામાં મૂકી દીધેલ છે




Latest News