મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડએ ક્રેન નીચે કચડાઈ જવાથી આધેડનું મોત


SHARE









મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડે ક્રેન નીચે કચડાઈ જવાથી આધેડનું મોત

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી આધેડ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ક્રેનના ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પટકાતા તેના ઉપરથી ક્રેનનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું જેથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક આધેડના દીકરાએ ક્રેનના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સાવરીયા (૨૬)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રેન હાઇડ્રો નંબર જીજે ૩૬ એસ ૧૯૭૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી તેઓના પિતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ મોતીભાઈ સાવરીયા (૫૩) તેઓના ફઈબાના ઘરેથી આંટો મારીને પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન સર્વિસ રોડ ઉપર ક્રેનના ચાલકે તેઓને ઠોકર મારી હતી જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પડી જતા તેના ઉપરથી ક્રેનનું વ્હીલ ફરી જવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News