મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત ૨૦૦ જેટલા આગેવાનો-કાર્યકરો આજે સી.આર. પાટિલના હસ્તે કરશે કેસરિયા


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત ૨૦૦ જેટલા આગેવાનો-કાર્યકરો આજે સી.આર. પાટિલના હસ્તે કરશે કેસરિયા

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા ગત શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યાર પછી બીજા પણ કેટલાક આગેવાનો દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામાં આપવામાં આવેલ છે અને તેવામાં આજે સવારે મોરબીથી જુદીજુદી કાર અને બે બસ ભરીને કોંગ્રેસ સાથે છેડો ફડનારા આગેવાનો તેમજ તેમના ટેકેદારોએ અને કાર્યકરો ગાંધીનગર જવા માટે રવાના થયેલ છે અને આજે ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે કેસરિયા ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા જ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવેલ છે અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કે જેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોરબી માળિયાની વિધાનસભા બેઠક ઉપરથી એક કે બે નહીં પરંતુ છ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી અને તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે તેઓ મોરબીના ધારાસભ્ય તરીકે એક પણ વખત ચૂંટાયા ન હતા અને છેલ્લે તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત હતા તેઓએ નારાજ થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ જાડેજાને પોતાનુ લેખિત રાજીનામું મોકલાવી આપ્યું હતું અને અંગત કારણોસર તેઓ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી રહ્યા છે તેવું લખાણ લખવામાં આવ્યું હતું જો કે, રાજીનામું મૂકયાના ત્રીજા જ દિવસે તેઓ ગાંધીનગર કમલમ ખાતે જવા માટે તેઓની ટીમ સાથે રવાના થયેલ છે ! અને આજે તેઓ વિધિવત રીતે કેસરિયા ખેસને ધારણ કરીને ભાજપમાં જોડાવાના છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં નવા પ્રમુખની તાજેતરમાં વરણી કરાઇ છે ત્યાર બાદ વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહીને જે આગેવાનોએ કામ કર્યું છે તેવા ઘણા આગેવાનોએ કોંગ્રેસની સાથે છેડો ફાડી નાખ્યો છે અને પોતાના રાજીનામ મૂક્યા છે જો કે, જેના પણ રાજીનામાં આવ્યા છે તેમાં પોતે કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી રહ્યા છે તેવું લખાણ લખવામાં આવ્યું હતું પરંતુ મોટાભાગના કોંગ્રેસનાં આગેવાનો આજે ભાજપમાં જોડાવના છે તેવું ચર્ચાઇ રહયું છે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીમાંથી આજે જુદીજુદી ૨૦ કાર અને બે બસ ભરીને કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં લગભગ ૨૦૦ જેટલા આગેવાનો આજે કોંગ્રેસને બાય બાય કરીને ભાજપમાં જવાના છે અને ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે કેસરિયા ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે

અત્રે ઉલેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જઇ રહેલા આગેવાનો ભાજપને કેટલો ફાયદો કરશે અને કોંગ્રેસને કેટલું નુકશાન તે તો આગામી સમય જ બતાવશે જો કે, હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાની મોરબી તાલુકા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય ગીતાબેન કિશોરભાઇ બાવરવા, મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન નિલેષભાઈ ભાલોડીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામભાઇ રબારી, સરપંચ ભરતભાઇ વીરજીભાઇ બાવરવા, મનસુખભાઇ રબારી, ચેતનભાઈ એરવાડીયા, પ્રકાશભાઈ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં આજે બપોરે ૧૨.૩૯ કલાકે વિધિવત રીતે જોડાવાન છે




Latest News