ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?


SHARE











ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?

દશેરા આમ તો હિન્દૂ ધર્મનો પ્રાચીન તહેવાર છે અને દશેરાના તહેવારને ભગવતીના નામ વિજયા પરથી વિજયાદશમી પણ કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે રાવણનું દસ માથાવાળું પૂતળું બાળવામાં આવે છે. આમ દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીત માટેના પ્રતીકનો તહેવાર ગણાય છે

એવું માનવામાં આવે છે કે આસો શુક્લ દશમીના દિવસે તારો ઉદય થતા સમય વિજય નામનો કાળ હોય છેઆ કાળ સર્વકાર્ય માટે સિધ્ધદાયક હોય છે.તેથી પણ તેને વિજયાદશમી કહેવામાં આવે છે. વધુમાં કહીએ તો વિજયાદશમી એટલે રાવણ રૂપી આસુરી તત્વો પર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ.ભારત સિવાય આ તહેવાર નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે સાથે તેના બે ભાઈઓ કુંભકર્ણ અને મેગનાથના પૂતળાને પણ રાખવામાં આવે છે. આ તહેવાર સાથે એક પ્રાચીન કથા જોડાયેલ છે.

મહિસાસુર નામનો એક અસુર હતો.મહિસાસુરનો અર્થ થાય જંગલી ભેંસ.મહિસાસુરે પુરા બ્રહ્માંડ પર વિજય મેળવવા માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું.તેના તપથી પ્રસન્ન થઈ ને બ્રહ્માજીએ તેને સદા અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને વરદાન મળવાથી મહિસાસુર લોકોને વધારે પરેશાન કરનાર બની ગયો હતો મહિસાસુરે પોતાનો જુલમ એટલો બધો ફેલાવ્યો કે આખા બ્રહ્માંડના દેવી દેવતાઓ બધા તેનાથી ધ્રુજવા લાગ્યા અને દેવી દુર્ગાને શરણે ગયા.મહિસાસુરથી બચવા માટે બધા દેવીએ તેમની બધી વસ્તુઓ દેવી દુર્ગાને આપી હતી અને પછી દેવી દુર્ગામહિસાસુરને પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી તેના સાથે દ્વંદ્વ ખેલ્યું હતું અને છેવટે તેનો અંત આવ્યો હતો અને મહિસાસુરનો ખેલ પૂરો થયા પછી દુર્ગા માતા મહિસાસુરમર્દીની કહેવાયા હતા અને તે સમયથી નવરાત્રી પછી દસમે દિવસે દશેરા મનાવામાં આવે છે






Latest News