મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધને ફેફસાની બીમારી હતી અને બીમારીમાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહેશકુમાર પ્રવીણચંદ કુવારીયા (૫૭) નામના વૃદ્ધને ફેફસાની બીમારી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
માળીયા તાલુકાના પીપળીયા હાઇવે રોડ ઉપર સરવડ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સુલતાન મહમદ (૬૦), કિશોરભાઈ ઘેલાભાઈ (૪૯) અને શબ્બીરભાઈ હુસેનભાઈ (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ફિનાઇલ પીધું
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા હંસાબેન પ્રવીણભાઈ ફેફર (૫૫) નામના આધેડ મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી સીટી એ ડિવિઝન  પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.






Latest News