મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજનાનો ૧,૩૫૪  દીકરીઓને ૧૬૨.૨૨ લાખથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ


SHARE









મોરબી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજનાનો ૧,૩૫૪  દીકરીઓને ૧૬૨.૨૨ લાખથી વધુ આર્થિક સહાય ચૂકવાઈ

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.  રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી  છે.

સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૩૫૪ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ. ૧૬૨.૨૨ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. 'કુંવરબાઈનું મામેરું સહાય યોજના' માં પહેલા રૂ. ૧૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં રૂ. ૨,૦૦૦ નો વધારો થતાં હાલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in/  એટલે કે ઈ-સમાજ કલ્યાણ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે. વધુ માહિતી માટે જિલ્લા નાયબ નિયામક, વિકસિતજાતિ કલ્યાણની કચેરી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મળશે




Latest News