મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી: ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજનામાં ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ


SHARE









મોરબી: ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજનામાં ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ

ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના (અગ્નિવીર આર્મી) ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે જેમાં ૨૦૦૩ થી ૨૦૦૭ વચ્ચે જન્મેલા ધો.૮ થી ૧૨ પાસ અરજી કરી શકશે. યુવાનો આ માટે ભારતીય સેનાની ભરતી વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને તા.૨૨ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકે છે.

આર્મીમાં અગ્નિવીર બનવા માટે ઉમેદવારોની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, અગ્નિવીર જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે ધો. ૧૦ પાસ લાયકાત નિર્ધારિત છે. જ્યારે અગ્નિવીર ટેકનિકલ માટે, ગણિત વિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ હોવું જોઈએ. અગ્નિવીર ક્લાર્ક માટે કોઈપણ વિષય સાથે ધોરણ ૧૨ પાસ હોવું આવશ્યક છે. જ્યારે અગ્નિવીર ટ્રેડ્સમેનની કેટલીક જગ્યાઓ માટે ધોરણ ૮ પાસ પણ નિયત લાયકાત છે. આ ઉપરાંત, અગ્નિવીર ભરતી માટે શારીરિક લાયકાત પણ નિર્ધારિત કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ ક્ષેત્રોના ઉમેદવારો માટે ૧૬૨ સે.મી.થી ૧૭૦ સે.મી. (ભારતીય આર્મી અગ્નિવીરની ઊંચાઈ) સુધીની ઊંચાઈ જરૂરી છે. છાતીની ઓછામાં ઓછી પહોળાઈ ૭૭ સે.મી. હોવી જરૂરી છે.




Latest News