મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો


SHARE









મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

પી.એમ. શ્રી તાલુકા શાળા નં ૨ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે “રમણ પ્રભાવ (Raman Effect)” શોધ અંગે ૨૮ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી તાલુકા શાળા નં-૨ એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન મકવાણાના હસ્તક વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે જેનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ વિજ્ઞાન પ્રદર્શનનો લાભ આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ લીધો હતો. અને ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાનના મોડલ, પ્રયોગ, ચાર્ટ અને વિવિધ વાસ્તવિક સમજાય તેવા વર્કિંગ મોડલ બનાવેલ હતા. અને શાળાના વિજ્ઞાન શિક્ષક નમ્રતાબેન અને સ્વાતિબેન બંનેના માર્ગદર્શનથી વિદ્યાર્થીનીઓ કૃતિઓ બનાવી હતી તેવી જ રીતે મોરબીના શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ૮૦ થી વધુ કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાનમેળામાં ખગોળ, ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, જીવવિજ્ઞાન વગેરે વિભાગોની અંદર વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ત્યારે વાલીઓએ પણ મોટી સંખ્યામાં વિજ્ઞાનમેળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.




Latest News