મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે ખેતર-કેનાલ તરફ જતાં રસ્તાને ખોલવાનું કહેતા વૃદ્ધને મારી નાખીને દાટી દેવાની ધમકી


SHARE







હળવદના જુના ઇસનપુર ગામે ખેતર-કેનાલ તરફ જતાં રસ્તાને ખોલવાનું કહેતા વૃદ્ધને મારી નાખીને દાટી દેવાની ધમકી

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામની સીમમાં વૃદ્ધની માલિકીની ખેતીની જમીન આવેલ છે તે જમીન તરફ જવાનો રસ્તો તેમજ નર્મદાની કેનાલ ઉપર મશીન મુકેલ છે તે તરફ જવાનો રસ્તો ફેન્સીંગ તાર બાંધીને બંધ કરી દીધેલ છે જે રસ્તો ખુલ્લો કરાવાનું કહેતા વૃદ્ધ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા તેમજ મારી નાખીને દાટી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૬૪)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધીરુભાઈ પોપટભાઈ દલવાડી, માવજીભાઈ ધરમશીભાઈ દલવાડી, મનસુખભાઈ શીવાભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કંઝરિયા, ત્રિકમભાઈ અમરશીભાઈ દલવાડી, જગદીશભાઈ મગનભાઈ રંગાડીયા અને કાળુભાઈ શીવાભાઈ દલવાડી રહે બધા નવા ઇસનપુર વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓની ખેતીની જમીન તરફ જવાનો રસ્તો તેમજ તેમણે નર્મદાની કેનાલ ઉપર નદીમાં મુકેલ મશીન તરફ જવાનો રસ્તો છે ત્યાં તાર ફેન્સીંગની વાળ બાંધીને રસ્તો બંધ કરી દીધેલ છે જે રસ્તો ખુલ્લો કરવા માટે તેમણે આરોપીઓને કહ્યું હતું ત્યારે આરોપીઓએ ફરિયાદી વૃદ્ધ સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને મારી નાખીને દાટી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News