મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસમાં ૧૨૭ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા


SHARE









મોરબીના નવનિર્માણ ક્લાસીસમાં ૧૨૭ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા ૨૦૧૧-૧૨ થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ સાથે તેજસ્વીતા અભિવાદન સમારોહ ૨૦૨૩-૨૪ સાદગીપૂર્ણ પરંતુ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં આમંત્રીત મહેમાનોમાં સુનીલભાઈ પરમાર, વાલજીભાઈ ડાભી, સંજયભાઈ રાજપરા, કૌશિકાબેન રાવલ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર-શિલ્ડ વિતરણ કર્યા હતા.૧૨૭ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.વિશેષ એ રહ્યું હતુ કે સંપૂર્ણ વર્ષ દરમિયાન ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પણ પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ કોમર્સમાં દરેક પ્રકારે આગળ પડતા, મહેનતુ, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને પણ શિલ્ડ, પ્રમાણપત્ર અને રૂા.૫૦૦૧ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. જે ખરેખર શ્રેષ્ઠ છે.જેમાં આ વર્ષે ધોરણ ૧૦ માં મીરાણી વૈશાલી કલ્પેશભાઈ અને ધોરણ ૧૨ માં કંઝારિયા જાગૃતિ ઉમેશભાઈને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા.

માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પણ "સમાજ આપણને આપે છે, આપણે પણ સમાજને આપવું જ જોઈએ" એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે.ધોરણ ૫ થી ૧૨ કોમર્સના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણથી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને રહેશે. તેવી ક્લાસીસના સંચાલકો મયુરભાઇ શુક્લ, અલ્પેશભાઈ ગાંધીએ યાદીમાં જણાવેલ છે.




Latest News