મોરબીના મહેંદ્રનગરમાં રહેતી પરિણીતાએ હળવદમાં રહેતા તેના પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ
મોરબીમાર્કેટ યાર્ડમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
SHARE
મોરબીમાર્કેટ યાર્ડમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડની કેન્ટીન પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આ એક શખ્સો મળી આવ્યો હતો જેથી 6200 ના મુદામાલ સાથે તેને પકડવામાં આવેલ છે અને અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડની કેન્ટીન પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની હક્કિત એ ડિવિઝનના સ્ટાફને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ક્રિકેટ MOONEXCH99 એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપીટલ આઇપીએલ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર આરોપી ચીરાગભાઇ ભાઇલાલભાઇ મોટકા જાતે.પટેલ ઉ.વ.૨૫ રહે.મોરબી પંચાસર રોડ શ્યામપાર્ક શેરીનં.૨ મુળ ખેરવા રામજીમંદીર વાળી શેરી તાલુકો પાટડી વાળો રોનકભાઇ વાઘડીયા રહે મોરબી વાળા સાથે રનફેરનો જુગાર રમી રહ્યો હતો જેથી પોલીસે રોકડા ૧૨૦૦ તથા ૫૦૦૦ નો મોબાઇલ ફોન એમ કુલ મળીને ૬૨૦૦ નો મુદામાલ કબજે કરલે છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરેલ છે