મોરબીમાર્કેટ યાર્ડમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
મોરબીના ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીના ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
હાલમાં રાજ્યના મંત્રી મંડળમાં સમાવવામાં આવેલા મંત્રીઓના ઠેરઠેર સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાનાં ગુંગણ ગામે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે.
મોરબી અને માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી તરીકે લેવામાં આવેલ છે ત્યારે સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા.૧૬ ને શનિવારે સાંજે ૫ કલાકે સન્માન સમારોહ યોજવામાં આવશે. ત્યારે સમસ્ત ગુંગણ ગામના ગ્રામજનો ઉપસ્થિતિ રહેશે. તેવું ગુંગણ ગામના આગેવાન ભીખુભા ડી. જાડેજા અને ગુંગણ ગ્રામ પંચાયતના સરપંચ દિગુભા પી.જાડેજાએ જણાવ્યુ છે