વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેંદ્રનગરમાં રહેતી પરિણીતાએ હળવદમાં રહેતા તેના પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ


SHARE









મોરબીના મહેંદ્રનગરમાં રહેતી પરિણીતાએ હળવદમાં રહેતા તેના પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મોરબી નજીકના મહેંદ્રનગર ગામે રહેતી પરિણીતાએ હાલમાં હળવદમાં સરા રોડ ઉપર આવેલ વિશ્વાસ સોસાયટીમાં રહેતા તેના પતિ સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ અને સાસુ નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરતાં હતા અને શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા હતા જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબી નજીકના મહેંદ્રનગર ગામે રહેતા જસમતભાઇ ફુલતરીયાની દીકરી ભાવીકાબેને હળવદમાં સરા રોડ ઉપર આવેલ વિશ્વાસ સોસાયટીમાં રહેતા તેના પતિ સંદીપભાઇ ગણપતભાઇ ચાડમીયા, સાસુ કંચનબેન ગણપતભાઇ ચાડમીયા, મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા મામાજી સસરા કાનજીભાઇ ધનજીભાઇ કાલરીયા અને સોલડી ગામે રહેતી નણંદ સુમીતાબેન કૌશીકભાઇ કાસલોડીયા સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૪/૦૮/૨૦૨0 થી ૨૮/૦૪/૨૦૨૧ દરમ્યાન તેના પતિ અને સાસુ દ્વારા નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપવામાં આવેલ હતો અને તેના મામાજી સસરા તેમજ નણંદ તેના પતિ અને સાસુનું ઉપરાણુ લઇ મેણાટોણા મારી ગાળો આપી હતી જે અંગેની તેને અગાઉ અરજી પોલીસને આપી હતી તેના આધારે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૧૧૪, ૫૦૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News