મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત


SHARE









હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત

હળવદમાં ખારી વાડી વાળા રસ્તા ઉપર ખેતરમાં ઠૂઠવાઈ જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના સગા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુર ગામના રહેવાસી સુરેશભાઈ શંકરભાઈ ભીલ જાતિ આદિવાસી (૫૦) નામના આધેડ હળવદમાં ખારીવાડી વાળા રસ્તા ઉપર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ અટુકભાઇ કાંકરેચાના હવાલા વાળા ખેતરમાં ઠંડીના કારણે ઠૂઠવાઈ ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને શૈલેષભાઈ બાબુભાઈ ભીલ જાતે આદિવાસી (૩૭) રહે. હાલ રંગપર ગામે ઇવાનો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં જેતપર રોડ મોરબી મૂળ રહે. છોટા ઉદેપુર વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઓમ રેસીડેન્સી ખાતે રહેતા માધુરીબેન અજયભાઈ (૪૯) નામના મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ શેરીમાં પાળેલા કૂતરાને માર મારવાની ઘટના પછી આ બનાવ બનેલ હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે




Latest News