મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા ચોકલેટ સમજીને ભાંગની ગોળી પી ગઈ !


SHARE









મોરબીમાં મહિલા ચોકલેટ સમજીને ભાંગની ગોળી પી ગઈ !

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી મહિલા ચોકલેટ સમજીને ભૂલથી ભાંગની ગોળી ખાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પીપળીથી આગળના ભાગમાં આવેલ કોરિયલ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દુર્ગાબેન સુનિલભાઈ પટેલ (૩૫) નામની મહિલા ચોકલેટ સમજીને ભૂલથી ભાંગની ગોળી ખાઈ ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. પટેલ ચલાવી જાણવા મળેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારા મરીનો બનાવ બનેલ હતો જેમાં રણજિત બાબુભાઈ (૩૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News