મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે


SHARE









ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે

દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ટંકારા ખાતે યોજાતો ત્રિદિવસીય બોધોત્સવ આ વર્ષે શિવરાત્રીના દીને બપોર સુધી ઉજવણી કરવામાં આવશે. દ્રિશતાપદી મહોત્સવની ઉજવણી અંતર્ગત આ વર્ષે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નહી યોજાઈ જો કે, ગુરૂકુલ અને આર્ય સમાજ સંયુક્ત ઉપક્રમે સ્થાનિક કક્ષાએ કાર્યકમ યોજાશે. 

 મહાશિવરાત્રિના દિને વૈદિકધર્મના પ્રચારક આર્ય સમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક ઝંડાધારી મહર્ષિ દયાનંદ સરસ્વતી (મુળશંકર ને જ્ઞાન પ્રાપ્ત થયા નું માની) શિવરાત્રીને ૠષિની બોધ રાત્રી ગણી ટંકારા ત્રિદિવસીય બોધોત્સવ ઉજવે છે આ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી હજારો જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલાં જ સ્વામીજી ના ૨૦૦ મા જન્મોત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય થઈ હતી અને ખુબ મોટી સંખ્યામાં આર્ય જગતમાં માનનારા લોકો ટંકારા પધાર્યા હતા જેને કારણે આ વર્ષે શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજા રોહણ અને ચતુર્વેદી યજ્ઞની પૂર્ણાહુતિ અને ભોજનશાળા ખુલ્લી મુકી પ્રવચન ઈતિયાદી બપોર સુધીનો કાર્યક્રમ કરવાનું સ્થાનિક કમિટીએ આયોજન કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીથી બાઈક ઉપર આવી રહેલા ૮૦ જેટલા આર્યવીરોને આ દિવસે આવકારી એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.




Latest News