મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ન ભરવાનું પગલું ભરી લેતા ચકચાર


SHARE







મોરબીમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ન ભરવાનું પગલું ભરી લેતા ચકચાર

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાના મઢ પાસે રહેતી યુવતીએ પોતાની માતાના ઘરની અંદર જવલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર છાંટીને કાંડી ચંપી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેનો ભાઈ લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિહોત માતાના મઢ પાસે માતાના ઘરે રહેતી કિરણબેન ખીમજીભાઈ હળવદિયા (૨૭) નામની યુવતીએ પોતાના ઘરની અંદર પોતાના શરીર ઉપર કોઈ જવલંતસીલ પદાર્થ છાંટી લીધો હતો ત્યારબાદ કાંડી ચાંપી લીધી હતી જેથી તેનું સળગી જવાના કારણે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મૃતક યુવતીનો ભાઈ જયંતીભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક કિરણબેનના છ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે અને માનસિક રોગી હોય પોતાની જાતે પોતે પોતાના શરીર પર કોઈ જવલંતસીલ પદાર્થ છાંટી લીધો હતો જેથી કરીને તેનું સળગી જવાના કારણે મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ પુજારી (૧૬) નામનો તરુણ ટિંબડી પાટીયા નજીક હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે સામસામે બાઈક અથડાયા હતા જે બનાવમાં શૈલેષને જમણી આંખ પાસે ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News