મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે ટ્રકમાં તે યુવાનને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ વિરાણી (૪૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીકથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં જ તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે આરટીઓ ઓફિસ નજીક બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના સોઓરડી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News