હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસેથી અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાતા ૪૦ અબોલ જીવને બચાવ્યા


SHARE









મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસેથી અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાતા ૪૦ અબોલ જીવને બચાવ્યા

કચ્છથી અમદાવાદ કતલખાને અબોલ જીવને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે ગૌ રક્ષકો દ્વારા ક્રૂરતાપૂર્વક વાહનમાં બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહેલા ૪૦ અબોલ જીવને અણિયારી ટોલનાકે વાહન અટકાવી બચાવ્યા હતા અને બે શખ્સોને પોલીસ હવાલે કર્યા છે.


કચ્છથી ૪૦ અબોલ જીવને આઇસર નંબર જીજે ૧૮ બીટી ૬૨૫૮ માં અમદાવાદ લઈ જવાના છે તેવી માહિતી મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ભાઈઓને મળી હતી જેથી અણીયારી ટોલનાકે વોચ રાખવામાં આવી હતી. અને ત્યાંથી આઇસર વાહન નીકળતા તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાં ૪૦ અબોલ જીવને ક્રૂરતાપૂર્વક રાખવામાં આવ્યા હતા. અને પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં તેને કહ્યું હતું કે, આ પશું કચ્છ હુસેનતા શેખના વાડામાંથી ભરેલા છે ત્યાંથી અમદાવાદ દાણીલીમડામાં કતલખાને લઈ જવાના છે. આ મામલે માળીયા પોલીસ સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી છે. આ તકે મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, કૃષભભાઈ રાઠોડ, યશભાઈ વાઘેલા, પંકજભાઈ નકુમ, ફેનિલભાઈ પટેલ, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઈ ગોહિલ, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઇ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા,પાર્થભાઈ પટેલ, કાનાજી ચૌહાણ,મનીષભાઈ પટેલ, જેકીભાઈ ગજ્જર, ભાવિનભાઈ, ગજેન્દ્રભાઈ બાબરા હાજર રહ્યા હતા




Latest News