મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે રસ્તામાંથી મળેલ તલ ભરેલ કોથળીમાંથી તલ ખાધા બાદ ઝેરી અસર થવાથી બાળકનું મોત: મહિલા અને બાળક સારવારમાં


SHARE









મોરબીના માનસર ગામે રસ્તામાંથી મળેલ તલ ભરેલ કોથળીમાંથી તલ ખાધા બાદ ઝેરી અસર થવાથી બાળકનું મોત: મહિલા અને બાળક સારવારમાં

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની મહિલા અને બાળકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તલ ભરેલી કોથળી મળી આવી હતી જે કોથળી ઘરે લાવીને તેમાંથી મહિલા અને બાળકોએ તલ ખાધા હતા જેથી કરીને ઝેરી અસર થતા ઉલટીઓ થવા લાગી હતી અને એક બાળકનું મોત નિપજ્યુ છે અને મહિલા અને એક બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે જે અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગચ પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતાને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાંભર ના પત્ની સંગીતાબેન (૨૪) અને દીકરા કુલદીપ (૭) તેમજ મોનીત હિમેશભાઈ ઠાકરે (૮) ને તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી તે તમામને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. દરમિયાન કુલદીપ મહેશભાઈ ભાંભર (૭) નામના બાળકનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સંગીતાબેન અને બાળકો વાડીએથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળા કલરનું ઝબલુ મળી આવ્યુ હતુ જેમાં સફેદ તલ ભરેલા હતા અને તે તલ સંગીતાબેન તેના દીકરા કુલદીપ અને મોનિત સહિતના પાંચેક વ્યક્તિઓએ ખાધા હતા જોકે બે વ્યક્તિઓને તલ તુરા લાગતા તેણે થુંકી નાખ્યા હોવાથી તેને ઝેરી અસર થઈ ન હતી જોકે સંગીતાબેન કુલદીપ અને મોનિતે તલ ખાધા હતા અને તે તલ વાવણી કરવા માટેના દવાવાળા તલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આ તલ ખાધા બાદ ઝેરી અસર થવાના કારણે ઉલટીઓ થવા લાગી હતી અને કુલદીપનું મોતી નિપજ્યુ છે હાલમાં આ બનાવ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા નીલાબેન કિરીટભાઈ કારીયા (૫૪) નામના મહિલાને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં નીલાબેન ને ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News