મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમા નાની કેનાલ રોડ ડબલ પટ્ટીનો થશે પણ વાર લાગશે, હાલમાં કામ બંધ જ રહેશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમા નાની કેનાલ રોડ ડબલ પટ્ટીનો થશે પણ વાર લાગશે, હાલમાં કામ બંધ જ રહેશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબીના પંચાસર રોડે નાની કેનાલ પાસે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામને લોકોને રોકાવ્યું હતું અને તે રોડને ડબલ પટ્ટીનો કરવાની માંગ કરી હતી જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ ત્યાં પહોચ્યા હતા અને લોકોની રજૂઆતને સાંભળીને હાલમાં કામ બંધ જ રાખવાનું કહ્યું છે અને આગામી સમયમાં તે રોડને લોકોની માંગ મુજબનો કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે

મોરબી શહેરમાં આવેલ નાની કેનાલ રોડ ઉપર પાલિકા દ્વારા સિંગલ પટ્ટી સિમેન્ટ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેની સામે લોકોને વાંધો લીધો હતો અને કામને બંધ કરાવ્યુ હતુ જેની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જાણ થતાં તેઓ ત્યાં સ્થળ ઉપર પહોચ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની રજૂઆતને સાંભળી હતી જેમાં લોકોએ કહ્યું હતું કે, દિવસેને દિવસે તે રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે સિંગલ પટ્ટી રસ્તો બનાવવાના બદલે તેને ડબલ પટ્ટી રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી જો કે, હાલમાં ૪૦ લાખનો ખર્ચ તે રોડ માટે મંજૂર કરવામાં આવેલ છે અને લોકોની લાગણી અને માંગણી મુજબનો રોડ બનાવવા માટે બે કરોડનો ખર્ચ થાય તેમ છે જેથી કરીને હાલમાં રોડનું કામ બંધ કરાવ્યુ છે તેને બંધ જ રાખવા માટેની સૂચના આપેલ છે અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ લોકોને જણાવ્યુ છે કે, આગામી સમયમાં ત્યાં ડબલ પટ્ટીનો રોડ બનાવવામાં આવશે પરંતુ તે કામમાં વાર લાગશે






Latest News