મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી: નસીલી સિરપ કાંડના મુખ્ય સૂત્રધાર રવિ કંડિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર: તપાસ બાંગલાદેશ સુધી પહોચે તેવા સંકેત


SHARE











મોરબી: નસીલી સિરપ કાંડના મુખ્ય સૂત્રધાર રવિ કંડિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર: તપાસ બાંગલાદેશ સુધી પહોચે તેવા સંકેત

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ હતી અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને પ્રાથમિક તપાસમાં અગાઉ મોરબી મોકલાવવામાં આવેલ નસીલી સિરપની બોટલોને સિરામિક ટાઈલ્સની આડમાં બાંગલાદેશ સુધી પહોચડવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય લેવલે નશાના કારોબારનો પર્દાફાશ થાય તેવા સંકેત મળી રહ્યા છે.

મોરબીના રંગપર નજીક આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં એલસીબીની ટીમે થોડા સમય પહેલા રેડ કરી હતી અને નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો પકડ્યો હતો ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી અને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને માલ મોકલાવનાર ત્યારે મળી આવેલ ન હતા જેથી કરીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ગુનામાં ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ગોડાઉનમાં રાખનાર રવિ મહિપતભાઈ કંડિયાની પોલીસે ધરપકડ કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું તપાસનીશ અધિકારી એચ.એ. જાડેજા પાસેથી જાણવા મળેલ છે આ ગુનામાં અગાઉ ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવેલ હતા જે હાલમાં તા ૧૫ સુધી રિમાન્ડ ઉપર છે તેવામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) વાળાની છેલ્લે ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આરોપી રવિ કંડિયાની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં પકડવાના બાકી માલ મોકલાવનાર આરોપી મસુદ આલમ સાથે બાંગ્લાદેશ પણ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે જેથી નસીલા કારોબારના આંતરરાષ્ટ્રીય લેવલે તાર જોડાશે તેવા સંકેતો મળી રહ્યા છે.






Latest News