મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

અયોધ્યામાં બનનારા સૌરાષ્ટ્ર કડવા ભવન માટે મોરબીમાં યોજાયેલ મહાસભામાં પાટીદાર સમાજના આગેવાનો વરસી પડ્યા


SHARE













અયોધ્યામાં બનનારા સૌરાષ્ટ્ર કડવા ભવન માટે મોરબીમાં યોજાયેલ મહાસભામાં પાટીદાર સમાજના આગેવાનો વરસી પડ્યા

મોરબીના બાપાસીતારામ ચોક ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા અયોધ્યામાં બનનાર કડવા પાટીદાર ભવનમાં આર્થિક સહયોગ માટે થઈને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા જમાવટ કરવામાં આવી હતી અને આ તકે ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમાજ સેવાના કામમાં મોરબીના પાટીદાર સમાજના આગેવાનો સહિતના લોકો આર્થિક રીતે વરસી પડ્યા હતા

અયોધ્યામાં તાજેતરમાં રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાયો હતો ત્યારબાદ અયોધ્યામાં રામ મંદિરે ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી લોકો આવવાના છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કડવા પાટીદાર સમાજના લોકો અયોધ્યા જાય ત્યારે તેઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન કરતા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા ત્યાં ભવન બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે હાલમાં સમાજના લોકો પાસેથી આર્થિક ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે

દરમ્યાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે મોરબીની ઉમિયા નવરાત્રી મહોત્સવના સૌજન્યથી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, માજી ધારાસભ્ય બાનવજીભાઇ મેલિયા, પાટીદાર સમાજના અગ્રણી જેરામભાઇ વાંસજાળિયા, ગોવિંદભાઇ વરમોરા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, હરેશભાઈ બોપલિયા તેમજ પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, જગદીશભાઇ પનારામ જયંતિભાઈ પડસુંબિયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે સૌરાષ્ટ્રના નહીં પરંતુ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ જમાવટ કરી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા

આ સેવાના કામમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના પાટીદાર સમાજના આગેવાનો  અયોધ્યામાં બનનાર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનના કામ માટે આર્થિક રીતે વરસી પડ્યા હતા અને ગણતરીની કલાકોમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્રિત થયું હતું આ કાર્યક્રમમાં લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહેવાના હતા જોકે અન્ય કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી તે મોરબીના કાર્યક્રમોમાં હાજર રહી શક્યા ન હતા અને આ કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજના લોકો તન મન ધન થી સહયોગ આપશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ અરવિંદભાઇ બારૈયા, અનિલભાઈ વરમોરા, રિશીપભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News