મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ વાડીમાંથી દારૂની ૫૬ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









વાંકાનેરમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાછળ વાડીમાંથી દારૂની ૫૬ બોટલ સાથે આરોપીની ધરપકડ

વાંકાનેર નજીક નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની પાછળના ભાગમાં આવેલ વાડીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૨૮૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં નિર્મલા કોન્વેન્ટ સ્કુલની પાછળના ભાગમાં આવેલ વિશાલભાઈ સોલંકીની વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૨૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી જાતે કોળી (૨૩) રહે. દિવાનપરા પૂજાપાન સામેની શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામે રહેતો વિશાલ સામતભાઈ બાવાજી (૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણસર ફિનાઇલની ગોળી પી ગયો હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

યુવતી સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતાના નાઝમીનબેન ઈદરીશભાઈ અજમેરી (૨૦) નામની યુવતી પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News