મોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ક્રિષ્ના સ્કુલમાં કાલે ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન
મોરબી સિરપ કાંડમાં પકડાયેલા ત્રણ આરોપી જેલ હવાલે: મસુદ આલમને પકડવા ચક્રોગતિમાન
SHARE









મોરબી સિરપ કાંડમાં પકડાયેલા ત્રણ આરોપી જેલ હવાલે: મસુદ આલમને પકડવા ચક્રોગતિમાન
મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ છે અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતી હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે જો કે, રેડ કરી ત્યાર પકડાયેલા ત્રણ આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં માસ્ટર માઇન્ડ મસૂદ આલમને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ કબજે કરી હતી અને ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો આ ગુનામાં પહેલા ત્રણ અને પછી ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર એમ કુલ મળીને ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે જો કે, હજુ માલ મોકલાવનાર મુખ્ય સૂત્રધારને પકડવાનો બાકી છે
જે તે સમયે પોલીસે રેડ કરી હતી ત્યારે ૯૦,૦૦૦ બોટલો નસીલી સિરપ, ચોખાની ૬૫૦ બોરી, એક ટ્રક, ત્રણ મોબાઇલ અને રોકડા રૂપીયા મળીને ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે કરેલ હતો અને ત્યારે ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓના તા ૧૫ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપીઓને સાથે રાખીને આ નશાના ગોરખધંધામાં સંડોવાયેલ શખ્સોને પકડવા માટે અને તેના નેટવર્કને ભેદવા માટેની કવાયત કરી હતી જો કે, ગઇકાલે ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે
આ ગુનામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, માલ મોકલાવનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી છે તેવી માહિતી આ કેસની તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશના પીઆઇ હકૂમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે જે નસીલી સિરપનો જથ્થો પકડવામાં આવેલ છે તે ઝારખંડથી મોરબી આવ્યો હોવાનું અને અહીંથી રિપેક કરીને ત્રિપુરા મોકલવાનો હોવા પોલીસની તપાસમાં સામે આવ્યું છે જો કે, નશીલી સીરપના રીપેકિંગ માટે ૩૮૦૦ કિલો મિટર સુધી તેને વાહનમાં ફેરવે તે વાત કોઈને ગળે ઉતરે તેવી નથી જેથી કરીને હવે આ ગુનામાં મસુદ આલમ પકડશે ત્યારે જ સામે આવશે કે આ ગોરખધંધામાં મોરબીમાંથી કોણ કોણ સંડોવાયેલ છે અને કેટલા સ્મયથી આ રીતે નસીલી સિરપની હેરફેરી કરવામાં આવી રહી છે

