ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગલા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નહીં..!?

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રાત્રિ દરમિયાન એકી સાથે ૧૫ થી વધુ દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આ બાબત મીડિયા દ્વારા ઉજાગર થયાને ૨૪ કલાક થવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે ચોરી અંગેની કોઇ પોસીસ ફરિયાદ નોંધાવા પામેલ નથી..!

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી પાસે જેતપર રોડ જવાના રસ્તા પાસેના શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રિ દરમિયાન ધામાં નાખીને એકી સાથે ૧૫ જેટલી દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા અને નાની-મોટી રકમની ચોરી કરવામાં આવી હતી.આ સમગ્ર બનાવો બાબતે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયાને ૨૪ કલાક જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી..! અત્રે નોંધનીય છે કે આ ચોરીની ઘટના જે જગ્યાએ બની તે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩૦૦ મીટર જેટલા અંતરે જ બનાવ બનેલ છે આના ઉપરથી પોલીસના નાઈટ પેટ્રોલીંગ કઈ રીતે ચાલતા હશે તે બાબત ઉજાગર કરવાની રહેતી નથી.અત્રેએ પણ નોંધનીય છે કે મોરબી જિલ્લાની અંદર મોટા ભાગે ચોરીની ઘટનાઓ કે જેમાં બાઈક ચોરી હોય કે ઘરફોડ ચોરી હોય, દુકાન ચોરી હોય, ખેતર કે સીમ ચોરી હોય તેમાં મોટાભાગે બનાવને "બર્કિંગ" કરવામાં આવતા હોય છે અને મોટાભાગે ફરિયાદ નોંધવામાં આવતી નથી (શું આ રીતે ક્રાઈમ રેટ ઘટે..? કે તસ્કરોને પકડવાથી ક્રાઇમ રેટ ઘટે..?) તે નરી વાસ્તવિકતા છે અને જેના પગલે સમયાંતરે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે તસ્કરોને અહીં મોરબીમાં મોકળુ મેદાન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News