ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વસતા પરપ્રાંતીયો અને નાગરિકો માટે લાંબા અંતરની ત્રણ ટ્રેનોને સાંસદે લીલી ઝંડી આપી


SHARE













મોરબી જિલ્લામાં વસતા પરપ્રાંતીયો અને નાગરિકો માટે લાંબા અંતરની ત્રણ ટ્રેનોને સાંસદે લીલી ઝંડી આપી

સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ટ્રેન નં.૧૨૯૪૯ પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.વાંકાનેર સ્ટેશન ઉપર એકી સાથે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો.અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન કે જેને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું તેમાં ટ્રેન નં. ૨૨૯૦૫ ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નં. ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર  કૌશલકુમાર ચૌબેએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વાંકાનેર અને મોરબીના વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગણી હતી કે પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો ને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે જે આજે પૂર્ણ થયું છે.આજથી, આ ત્રણેય ટ્રેનો વાંકાનેર સ્ટેશને તેમના નામાંકિત દિવસોમાં ૧૩:૫૮ કલાકે આવશે અને ૧૪ કલાકે ઉપડશે.

રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ સાંસદ  કેસરીદેવસિંહજી ઝાલાનો રેલ્વે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News