મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે ઘાટ ઉપર કપડાં ધોવા ગયેલ મહિલાની પાંચ મહિનાની દીકરીનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના સુરવદર ગામે ઘાટ ઉપર કપડાં ધોવા ગયેલ મહિલાની પાંચ મહિનાની દીકરીનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતી મહિલા તેની પાંચ મહિનાની દીકરીને લઈને કપડાં ધોવા માટે થઈને ઘાટ ઉપર ગઈ હતી ત્યાં તેની દીકરીને સુવડાવી હતી. દરમ્યાન ત્યાં ભરેલા પાણીમાં મહિલાની દીકરી પડી જતા તેને બહાર કાઢવા માટે થઈને મહિલા પહેરેલા કપડે ત્યાં પડી હતી ત્યારે મહિલાને ગળાના ભાગે સાડીનું દબાણ આવી જતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જોકે પાણીમાં ડૂબી જવાના કારણે પાંચ માસની બાળકીનું મોત નીપજયું હતું આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા દિનેશભાઈ ઝાલાભાઇ ડાંગર જાતે ભરવાડના પત્ની માનુબેન દિનેશભાઈ ડાંગર સાથે ભરવાડ (૨૫) તેની પાંચ માસની દીકરી ખુશીને લઈને સુરવદર ગામે આવેલ પાણીના ઘાટ ઉપર કપડાં ધોવા માટે ગયા હતા ત્યાં તેણે પોતાની દીકરીને સુવડાવી હતી. દરમ્યાન ખુશી ત્યાં ભરેલા પાણીમાં પડી ગઈ હોય તેને બહાર કાઢવા માટે થઈને માનુબેન પહેરેલા કપડે ત્યાં પાણીમાં પડ્યા હતા અને દરમિયાન તેને ગળાના ભાગે સાડીનું દબાણ આવી જતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જોકે પાણીમાં પડી ગયેલ ખુશીનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાય.પી. વ્યાસ દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાનું સામે આવ્યું છે

દવા પી ગયો
હળવદ તાલુકાના રાતાભેર ગામે હમીરભાઈ કુણપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણસિંગ કિશનભાઇ રાઠવા (૩૦) યુવાન કોઈ કારણોસર ખડ બાળવાની દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં બનાવની જાણ કરેલ છે

બાઇક સ્લીપ
થાન તાલુકાના નળખંભા ગામે રહેતા લખધીરભાઈ દાહાભાઈ કરપડા (૭૦) નામના વૃદ્ધ ગામમાં વાડી વિસ્તારમાંથી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News