મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત


SHARE





મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત

મોરબીમાં આવેલ કેસર બાગમાં પાણીના ટાંકા પાસે વૃદ્ધ પડી ગયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ટપુભાઈ વાઘેલા (58) નામના વૃદ્ધ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં પાણીના ટાંકા પાસે હતા ત્યારે ત્યાં તેઓ અચાનક પડી ગયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજયું હતું જેથી તેઓના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સલમાબેન ફિરોજભાઈ જેડા (29) નામની મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા કમલેશભાઈ રમેશભાઈ દેત્રોજા (30) નામના યુવાન ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને મારામારી કરીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને બીજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News